ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • કેન્દ્ર સરકારે જાહેર કરી અનલોક ૩ ની ગાઇડલાઈન..
  • રાત્રી કરફ્યુ હટાવાયો.
  • શાળા કોલેજો ૩૧ ઓગસ્ટ સુધી રહેશે બંધ
  • જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત
  • જીમ અને યોગા સેન્ટર ૫ ઓગસ્ટ થી ખોલી શકાશે
  • મેટ્રો રેલ,સિનેમા,સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ રહેશે યથાવત
  • ૩૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે અનલૉક ૩
  • ધાર્મિક કાર્યક્રમો નહિ કરવામાં આવે
  • સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ યથાવત
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી રહેશે સખત ;લોકડાઉન
  • 15 મી ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરવાની રહેશે

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed