ગૃહમંત્રાલયે આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- કેન્દ્ર સરકારે જાહેર કરી અનલોક ૩ ની ગાઇડલાઈન..
- રાત્રી કરફ્યુ હટાવાયો.
- શાળા કોલેજો ૩૧ ઓગસ્ટ સુધી રહેશે બંધ
- જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત
- જીમ અને યોગા સેન્ટર ૫ ઓગસ્ટ થી ખોલી શકાશે
- મેટ્રો રેલ,સિનેમા,સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ રહેશે યથાવત
- ૩૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે અનલૉક ૩
- ધાર્મિક કાર્યક્રમો નહિ કરવામાં આવે
- સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ યથાવત
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી રહેશે સખત ;લોકડાઉન
- 15 મી ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરવાની રહેશે