પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનું ૬૬ વર્ષે નિધન, શાહ-મોદીએ વ્યક્ત કર્યો શોક.
બીજેપી નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનુ શનિવારે દિલ્હીની અખિલ ભારતી આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બિમાર હતાં. એમ્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ દુખ સાથે સૂચિત કરી રહ્યાં છે કે 24 ઓગસ્ટે 12 વાગીને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી રહ્યા. અરુણ જેટલીને 9 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. એમ્સના વરિષ્ઠ ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યાં હતા.
અરુણ જેટલીને પોતાની બિમારીની ગંભીરતાનો અંદાજ પહેલાંથી જ આવી ગયો હતો ત્યારે જ તેમણે બીજી વાર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર તેમના કેબિનેટમાં સામેલ થવાથી વિનમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધો હતો.
અરુણ જેટલી મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં બીજા નંબરના સૌથી મહત્વના વ્યક્તિ માનવામાં આવતાં હતા. તેમણે અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી.