પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેર ખાતે હાઇવે ઉપર જ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર મહાતીર્થ નગર સિધ્ધપુર ધામ આવેલું છે, જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, અહીંયા સાથો સાથ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી સહજાનંદ સ્વામી પણ મંદિરમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 160 વર્ષે પૂર્ણ થતા અહીંયા ભવ્ય શતાબ્દી હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા કથા મહોત્સવ સહિત શ્રી કષ્ટભંજન દેવનું નવુ મંદિર નિર્માણ કરીને દાદાની દિવ્ય પ્રતિમાને જુના સ્થળેથી નવા સ્થળે અહીંયા ભવ્ય સ્વાગત પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા મારુતિ યાગ યોજાઇ રહ્યો છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને હરિભક્તો જોડાઈને કથાનો દિવ્ય લાભ લે છે.
આ પંચ દિનાત્મક કાર્યક્રમ 30 જાન્યુઆરી થી શરૂઆત થઈને 3 ફેબ્રુઆરી ના રોજ વિરામ પામશે, જેમાં અંતિમ દિવસે પરમ પૂજ્ય ધર્મ ધુરંદર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજની દિવ્ય નિશ્રા અને ઉપસ્થિતિમા અતિ ભવ્ય શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી કુંજ વિહારી દાસજી સ્વામી તથા હરિદ્વારના શ્રી પરમ પૂજ્ય આનંદ વિજય સ્વામી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Swaminarayan Mandir Mahatirth Nagar Sidhdhpur Dham Arranged Bhavya Shatabdi Hirak Mahotsav 2024
Shree Swaminarayan Mandir Mahatirth Nagar Sidhdhpur Dham, Sidhpur, Shatabdi Hirak Mahotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed