મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામ ખાતે શ્રી અંબાજી માતાજી, શ્રી મહાકાલી માતાજી તથા શ્રી વેરાઈ માતાજી ના ભવ્ય મંદિરો નિર્માણ પામ્યા છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના આજે દ્વિતીય દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું તથા યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રમોદભાઈ પટેલ, સરપંચ શ્રી મિતેશભાઇ પટેલ તથા તાલુકા સદસ્ય શ્રી તુષારભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Ambaji Mataji Shri Mahakali Mataji Shri verai Mataji Mandir Pran Pratishtha Mahotsav borisana Kadi