ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે ખેતરમાં શ્રી સૂર્યવંશી ગોગા મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને કોઠારીયા ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે અહીં આજરોજ ૧૧ કુંડી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ યજ્ઞ પ્રારંભ થયો હતો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિરના દર્શનાર્થે કાહવા કાશી ધામ થી પૂજ્ય રાજા ભગત, માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામા સંતો-મહંતો પધાર્યા હતા, જ્યાં બાપા ના સેવક શ્રી રાહુલભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રવજીભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Suryavanshi Goga Maharaj Mandir (Kothariya Dham) Charada Mansa Arranged 11 Kundiy Mahayagn on 05.05.2022
Shree Suryavanshi Goga Maharaj Mandir Charada, Kothariya Dham, Charada, Mansa, Gandhinagar, 11 Kundiy Mahayagn, 05.05.2022,