Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ચાંદખેડા પોલીસ મથકમાં કોરોના વિસ્ફોટ, PI સહિત 21 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા - online gujarat news

કોરોના મહામારી (Corona epidemic)એ ગુજરાત (Gujarat) સહિત સમગ્ર રાજ્યમાં હાકાકાર મચાવ્યો છે. ગુજરાતમાં મંત્રીથી માંડીને સામાન્ય નાગરિકની સ્થિતી હાલ કોરોના વાયરસના કારણે કફોડી બની છે. તેવામાં કોરોના વોરિયર (Corona Warrior) તરીકે નાગરિકોની વાહવાહી લૂંટનારા પોલીસ ફોર્સનાં અનેક કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. રાજ્યનાં સૌથી મોટા શહેર અને તેની સૌથી મોટા ફોર્સ અમદાવાદ પોલીસ (Ahmedabad Police)નાં અનેક જવાનો કોરોના પોઝિટિ આવ્યા છે. ત્યાં જ આજે તો શહેરમાં આવેલ ચાંદખેડા પોલીસ મથકમાં (Chandkheda police station) PI શહિત 21 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના બીજા તબક્કામાં હવે પોલીસ માટે પણ ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે. છેલ્લા કેટલેકા દિવસથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. હવે કોરોનાનો આંકડો ઉછાળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાંદખેડા પોલીસ મથકમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહિં PI સહિત 21 પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પોલીસર્મીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યની પોલીસને ખાસ તકેદારી રાખી કામ કરવાની સુચના આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ 976 પોલીસકર્મીઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યાં જ 11 પોલીસકર્મીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 872 પોલીકકર્મી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઇ ચૂક્યા છે ત્યાં જ હાલમાં 95 એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *