ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના બદરપુર ગામમાં શ્રી રામદેવજી મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિર દ્વારા દર મહિને બીજ મહોત્સવ ધામધુમથી ઉજવવામાં આવે છે તથા દર વર્ષે પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે. ભાદરવા મહિનામાં આવતા શ્રી રામદેવપીર ના દિવસો એટલે શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવનું પણ ભવ્યાતિભવ્ય આયોજન દર વર્ષે બદરપુર ગામમાં કરવામાં આવે છે પણ વર્તમાન પરિસ્થિતિને જોતા કોરોના મહામારી ના લીધે આ સંપૂર્ણ કાર્યક્રમ શ્રી રામદેવ યુવક મંડળ બદરપુર દ્વારા મોકૂફ રાખવામાં આવેલ છે, તથા દર વર્ષે ભાદરવા સુદ દસમના દિવસે ભરાતો લોકમેળો પણ મોકૂફ રાખવામાં આવેલ છે. અને તેથી જ લોકો ઘરે બેઠા શ્રી રામદેવપીર ના દર્શન કરી શકે એના થકી ઓનલાઇન ગુજરાત ન્યુઝ દ્વારા લાઈવ દર્શન નું આયોજન કરવામાં આવેલ છે.
મંદિર વિશેની સંપૂર્ણ માહિતી મંદિરના શ્રી ભવાનસિંહજી બાપજી, સરપંચ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી કલ્યાણ સિંહ સોઢા તથા શ્રી રામ સિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દર્શન કરીએ બદલપુર ગામના શ્રી રામદેવજી મહારાજના જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી રામદેવપીર મંદીર, બદરપુર, તા. કઠલાલ, જી. ખેડા આયોજીત
શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે દિવ્ય દર્શન ૨૦૨૦
Shree Ramdevpir Mandir Badarpur Ta. Kathlal, Dist Kheda arranged Divya Darshan on Ramdevpir Navratri Mahotsav 2020
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
#wOnlinegujaratnews, #Online Gujarat News, #LiveGujaratNews #latestgujaratnews
Online Gujarat News
Motera, #Ahmedabad.