ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રણછોડપુરા કણજરી ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે ભવ્ય raas ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ તથા તૃતીય અને અંતિમ દિવસે આજે દિવ્યમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કણજરી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી પ્રતાપજી ઠાકોર તથા શ્રી કિરણભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી જેમાં મુખ્ય યજમાન શ્રી મહેશભાઈ સહિત અન્ય ગ્રામજનો પણ જોડાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Bhagvan Murti Pran Pratishtha Mahotsav Ranchhodpura Kanjari Nadiad
Shree Ramdevpir Bhagvan Murti Pran Pratishtha Mahotsav Ranchhodpura Kanjari Nadiad
#ShreeRamdevpirMandir #Ranchhodpura #pranpratishthamahotsav #nadiad