ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ગાંધીનગર ના સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા અહીંયા સમૂહ લગ્નનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે, આજરોજ એવા જ દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ૯ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સન્માન સમારોહ અને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, કન્વીનર શ્રી દશરથભાઈ પટેલ તથા લીગલ એડવાઈઝર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Kadva Patidar Samaj Gandhinagar Arranged 2nd Samuh Lagnotsav at Shree Umiya Mataji Sansthan Sector 12 Gandhinagar
Kadva Patidar Samaj Gandhinagar, 2nd Samuh Lagnotsav, Shree Umiya Mataji Sansthan, Sector 12, Gandhinagar,