અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વિરાટનગર ખાતે કેનાલ ઉપર શ્રી મોગલ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને આઈશ્રી તેજાળ મોગલ ધામ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં શ્રી મોગલ માતાજી તથા શ્રી સોનલ માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આઇશ્રી સોનલ માતાજીના 100વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્યતિભવ્ય ૧૦૦માં જન્મ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે 12 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરી સુધીના અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈશ્રી સોનલ માતાજીની શોભાયાત્રા, મહાપ્રસાદ, સોનલ બીજ મહોત્સવ, ભવ્ય લોકડાયરો, રાસ ગરબા, રાંદલમાના તેડા, રામામંડળ, દીકરીઓનું ફૂલેકું, ગરબા, પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન તથા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તથા આવતીકાલે કથાના વિરામ તથા નવચંડી યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પ્રકાશભાઈ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Aaishree Tejal Mogal Dham odhav Ahmedabad celebrated Aai Shree Sonal Janm Shatabdi Mahotsav 2024
Aaishree Tejal Mogal Dham, odhav, Ahmedabad, Aai Shree Sonal, Janma Shatabdi Mahotsav, 2024, Sonal maa,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed