અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા માધવ ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ૩૧માં ભવ્ય જીવનસાથી પસંદગી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 615 યુવકો તથા 225 યુવતીઓ એમ કુલ 835 ઉમેદવારોએ ભાગ લીધો હતો, કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને પધારેલ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રી ઓનો સન્માન સમારંભ અને ઉમેદવાર યુવક યુવતીઓની ઓળખાણની સ્પીચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી અજીતભાઈ પ્રજાપતિ, કનવીર થ્રી દિપકભાઈ દલવાડી તથા મહામંત્રી શ્રી ડૉ. જગદીશચંદ્ર પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Gujarat Prajapati Yuvak Mandal arranged 31st Jeevansathi Pasandagi Utsav 13.01.2024
Samast Gujarat Prajapati Yuvak Mandal, Ahmedabad, 31st Jeevansathi Pasandagi Utsav, Prajapati Samaj, Jivansathi Pasandagi Melo, 13.01.2024,