વિસનગર તાલુકાના તરભ ખાતે ગુજરાતના બીજા નંબરના શિવલિંગ એવા શ્રી વાળીનાથ મહાદેવની આગામી ફેબ્રુઆરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં શિવયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ શિવયાત્રા ગતરોજ કલોલ શહેર ખાતે પહોંચી હતી, જ્યાં કલોલ રબારી સમાજ તથા શ્રી કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા શિવયાત્રાનું અભૂતપૂર્વ શોભાયાત્રા સહીત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા કલોલ ગાયત્રી મંદિર થી નીકળીને સમગ્ર કલોલમાં ફરીને છેલ્લે શ્રી કપિલેશ્વર મહાદેવ ખાતે પહોંચી હતી, જ્યાં પરમ પૂજ્ય જયરામગીરી બાપુ નું રજત તુલા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર શહેરજનો સહીત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સમગ્ર કલોલ તાલુકાના રબારી સમાજના બંધુઓ ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નાગજીભાઈ દેસાઈ તથા શ્રી નારાયણભાઈ રબારી વાયણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Valinath Mahadev Tarabh Shivyatra Tarabh Arravied at Kalol
Shree Valinath Mahadev Tarabh, Shivyatra, Tarabh, Kalol, Kalol rabari Samaj, kapileshwar mahadev yuvak mandal, Shobhayatra, Rajattula, dayro,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed