તાલુકા જિલ્લા મહેસાણાના ધોળાસણ ગામ ખાતે ઐતિહાસક શ્રી રામજી મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજરોજ પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસીય મહોત્સવ 28, 29 અને 30 ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં મહાવિષ્ણુ યાગની સાથોસાથ ભવ્ય શોભાયાત્રા તથા સંસ્કૃતિ કાર્યક્રમોમાં લોક ડાયરો, રાસ ગરબા સહિત ગુજરાતી નાટક અને સંતો મહંતો તથા પધારેલ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સન્માન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગીરીશભાઈ પટેલ તથા શ્રી ગોવિંદભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Dholasan Mehsana Shatabdi Mahotsav 2023
Shree Ramji Mandir, Dholasan, Mehsana, Shatabdi Mahotsav, 2023,