સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પ્રતાપગઢ (સાબલી) ગામ ખાતે ઐતિહાસિક એવુ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, ખૂબ જ નયનરમ્ય અને ઊંચા પહાડોની વચ્ચે અહીંયા હજારો વર્ષથી બિરાજમાન છે રાજ રાજેશ્વરી શ્રી મહાકાળી માતાજી. લોકવાયકા મુજબ કહેવાય છે કે જ્યારે પતઇરાજાએ માતાજી ઉપર ફૂદ્રષ્ટિ કરી હતી, ત્યારે માતાજીએ સાબલી ગામ ખાતે વિસામો કર્યો હતો.
મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે સમસ્ત ટ્રસ્ટીગણો અને ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી અહીંયા સહસ્ત્ર ચંડી ૧૫૧ કુંડીય મહાયજ્ઞાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના આજરોજ પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત વિસ્તારના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
આ ત્રીદિવસીય મહોત્સવ 27 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં 151 કુંડીય મહાયજ્ઞ સહિત સંતો મહંતોના સામૈયા અને સન્માન સમારોહ અને ત્રણેય દિવસના સાંજ સવારના ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતી સામાજિક નાટક ભવ્ય લોકડાયરો અને રાસ ગરબાનું પણ અંતિમ દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિર પ્રશ્ન પ્રમુખશ્રી જગદેવસિંહ જેરાવત દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mandir Pratapgadh Sabli Arranged SahastraChandi 151 K tuundiya Mahayagn 2023

Shree Mahakali Mandir, Pratapgadh, Sabli, SahastraChandi Mahayagna, 151 Kundiya Mahayagn, 2023, Mahakali Mandir Sabli,

#MahakaliMandirSabli #SahastraChandiMahayagn #PratapgadhSabli #151KundiyaMahayagn

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed