ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પંચવટી વિસ્તારમાં સિલ્વર પ્લેટર હોટલની પાછળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય શ્રી હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં કથાના મુખ્ય યજમાન કલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરના નિવાસ્થાનેથી સ્થાનેથી ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે સમગ્ર વિસ્તારમાં ફરીને કથા મંડપ ખાતે પહોંચી હતી, જ્યાં દીપ પ્રાગટ્ય કરીને કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 25 થી 29 ડિસેમ્બર દરમિયાન બપોરે 2.30 થી 6.30 સમય દરમ્યાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Vishv Umiya Foundation Ahmedabad Arranged Shree Hanumant Katha At Kalol
Vishv Umiya Foundation, Ahmedabad, Shree Hanumant Katha, Kalol,
@VishvUmiyaFoundation