ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામ ખાતે ઘનશ્યામનગરમા પાટીદારભાઈઓ સંચાલિત શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી, જેમા પરમ પૂજ્ય ભાવી આચાર્ય શ્રી લાલજી મહારાજ દ્વારા પધારીને હરિભક્તોને રૂડા આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ગ્રામજનો સહીત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર સુવર્ણ જયંતિ મહોત્સવ 21 થી 25 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં શ્રીમદ સત્સંગી ભૂષણ પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે, અને કથા મહોત્સવ ની સાથોસાથ શાકોત્સવ, મહાવિષ્ણુ યાગ, અન્નકૂટ મહોત્સવ, નગરયાત્રા, મહેમાન તથા દાતાશ્રીઓ અને યજમાનોના સન્માન સમારોહ તથા સંતો મહંતોના સન્માન સમારોહ અને આશીર્વાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલ્ય પ્રસાદ મહારાજશ્રી પણ પધારીને સર્વે હરિભક્તોને આશીર્વાદ આપશે, જેમાં અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો પણ જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં વિષ્ણુભાઈ પટેલ તથા આયોજક સમિતિ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir, GhanshyamNagar Patidar, Manekpur, Suvarna Jayanti Mahotsav, 2023, Kalupur Mandir,
Shree Swaminarayan Mandir Manekpur Ghanshyamnagar Patidar Arranged Suvarna Jayanti Mahotsav 2023