અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ વેદ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અત્યારે અહીંયા ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે ચતુર્થ દિવસે સીયારામ સહિત તેમના ચારેય ભાઈઓ અને બહેનોના ભવ્ય રામ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાંકરિયા વિસ્તારમાં શ્રીરામ ભગવાનની સાથોસાથે શ્રી લક્ષમણજી, શ્રી ભરતજી તથા શ્રી શત્રુઘનજીની અતિ ભવ્ય બારાત નીકળી હતી, જે છેલ્લે વેદ મંદિર ખાતે પહોંચી હતી અને ત્યારબાદ રામ સીતા સહિત ચારે ભાઈઓના જયમાલા પહેરાવીને વિવાહ કરવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર કથા મહોત્સવ 16 ડિસેમ્બર થી શરૂઆત પામીને 22 ડિસેમ્બરના રોજ વિરામ પામશે, જેમાં ભારતના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય રાધાકૃષ્ણ મહારાજ દ્વારા પાવન તથા નું રસપાન કરવામાં આવશે, જેમાં રામ જન્મોત્સવ, રામવિવાહ સહિત અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કમલેશભાઈ જૈન શ્રી વિનોદભાઈ ગુપ્તા તથા શ્રી રાજેશભાઈ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramkatha At Ved mandir Kankariya Ahmedabad 2023
Shree Ramkatha, Ved mandir, Kankariya, Ahmedabad, 2023, Shree Radhakrushna Maharaj,
#RamVivah #ShreeRamKatha #RadhaKrushnaMaharaj #VedMandir #kankariya @GovatsRadhakrishnaJiMaharaj