તાલુકા જિલ્લા ગાંધીનગર ના લવારપુર ગામ ખાતે શ્રી નર નારાયણદેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં શ્રી નરનારાયણ યુવક મંડળ તથા સમસ્ત લવારપુર ગ્રામજનો દ્વારા શ્રી હનુમાન પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે કથાના મુખ્ય યજમાન શ્રી મુકેશભાઈ પટેલના નિવાસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ ૧૮ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં હનુમાન જન્મોત્સવ સહિત અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી જૈનેશભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Narnarayan Yuvak Mandal Lavarpur Gandhinagar Arranged Shree Hanuman Parayan Katha At Shree Swaminarayan Mandir 2023
Shree Narnarayan Yuvak Mandal, Lavarpur, Gandhinagar, Shree Hanuman Parayan Katha, Shree Swaminarayan Mandir, 2023,