મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ગામમાં પાંડવ કાલીન સ્વયંભૂ શ્રી કામેશ્વર મહાદેવજી બિરાજમાન છે તથા અહીંયા શ્રી બ્રહ્માણી માતાજીનું પણ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ બંને મંદિરોના જીર્ણોદ્ધાર કરીને અત્યારે અહીંયા નૂતન અને ભવ્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસીય મહોત્સવ 22 થી 24 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમા અનેક વિધ ધાર્મિક તથા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાસ ગરબા, લોક ડાયરો, બહેન દીકરીઓના સન્માન તથા યજ્ઞ પૂજન શોભાયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા પણ કલાનું સુંદર રસપાન કરાવવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kameshwar Mahadev and Brahmani Mataji Mandir Pran Pratishtha Mahotsav Tundav Unjha Mehsana
Shree Kameshwar Mahadev Mandir, Shree Brahmani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Tundav, Unjha, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed