મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામના ગણેશપુરા ગામ મુકામે સમસ્ત તળબદા પરિવાર દ્વારા શ્રી ચુંવાળીયા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના આજે દ્રિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા યજ્ઞ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21, 22 તથા 23 નવેમ્બર દરમિયાન યોજાશે જેમાં અનેક ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ રાત્રિના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર સાગર પટેલ ના રાસ ગરબા નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ડૉ. વાય. એમ. પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Talbada Parivar Arranged Murti Pran Pratishtha Mahotsav of Shree Chuvaliya Goga Maharaj Mandir at Ganeshpura Railway Pudgam Visnagar
Samast Talbada Parivar, Murti Pran Pratishtha Mahotsav, Shree Chuvaliya Goga Maharaj Mandir, Ganeshpura, Railway, Pudgam, Visnagar, Mehsana,