મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઊંટવા ગામમાં શ્રી બાવાજી મહારાજ ઉપર લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને એ આસ્થાને જ લઈને શ્રી બાવાજી મહારાજ તથા શ્રી હનુમાનજી દાદાના અહીંયા ભવ્ય અને સુંદર મંદિરો નિર્માણ કરવામાં આવ્યા છે, જેના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજરોજ દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં રાસ ગરબા અને સંતવાણી લોક ડાયરા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ધાર્મિક ઉત્સવોના ભાગરૂપે અહીંયા યજ્ઞ પૂજન તથા જલયાત્રા શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની સંપૂર્ણ માહિતી ગામના શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Hanuman Dada Tatha Shree Bavaji Maharaj Mandir Tundav Pran Pratishtha Mahotsav
Shree Hanuman Dada Mandir, Shree Bavaji Maharaj Mandir, Tundav, Pran Pratishtha Mahotsav, Kadi, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed