કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં દિવ્ય અને ભવ્ય નવીન સુંદર મંદિર નિર્માણ થઇ રહ્યુ છે, જેના દિવ્ય સાનિધ્યમાં દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે દિવાળી મહોત્સવ કાળી ચૌદસના દિવસથી શરૂઆત થઈને લાભ પાંચમ સુધી ચાલ્યો હતો, જેમાં લાભ પાંચમના દિવ્ય દિવસે ગરબાને વળાવવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અમરતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી, શ્રી ઈશ્વરજી ઠાકોર સહિત અનેક આગેવાનો તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Diwali Garba Mahotsav 2023
Shree Mahakali Diwali Garba Mahotsav 2023