અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ઓડ ગામ ખાતે ઓડ ગામના ટેકરા વાળી શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે શ્રી મેલડી માતાજી અહીંયા 300 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે અને તેથી જ અહીંયા દર રવિવારે 50000 થી પણ વધારે ભાવીક ભક્તો માટે ભોજન પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવે છે તથા માતાજીના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવે છે.
લાભ પાંચમના દિવ્ય દિવસનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે જ્યાં દર વર્ષે રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય રાજ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપર સ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ગ્રામજનો સહિત એક લાખથી પણ વધારે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરીને રાસ ગરબા ની મજા માણી હતી.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી દાદુભા, શ્રી કમલેશસિંહ ચૌહાણ, શ્રી શક્તિસિંહ ચૌહાણ તથા સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Ode na Tekravali Shree Meldi Mataji Mandir celebrated Labh Pancham Mahotsav 2023

Ode na Tekravali Shree Meldi Mataji Mandir,  Labh Pancham Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed