મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પટેલપુરા પીલવાઈ ગામ ખાતે ઐતિહાસિક કેવુ શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામ દરબાર ની સાથોસાથ શ્રી રત્નેશ્વરી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમાય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા વારંવાર અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી અહીંયા ભવ્ય રામયાગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

આ રામ યાગ મહોત્સવ 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયો હતો, જેમાં શ્રી રામ યાગની સાથો સાથ શ્રી ગણેશ યાગ, શ્રી મારુતિ યાગ, ભવ્ય શોભાયાત્રા, રાસ ગરબા, દાતાશ્રીઓનો સન્માન સમારોહ, સમાજ શ્રેષ્ટીઓના સન્માન તથા વડીલ વંદના જેવા પણ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ઉમેદભાઈ પટેલ તથા ડૉ. ત્રિભોવનભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ram Yaag Mahotsav Patelpura Pilvai 2023
Shree Ram Yaag Mahotsav, Patelpura, Pilvai 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed