કલોલ : પલિયડ ગામ ખાતે યોજાયો પરંપરાગત દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૩
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલિયડ ગામ ખાતે અવિરત છેલ્લા 200 વર્ષથી એટલે ગાયકવાડ સરકારના સમયથી દિવાળી ગરબા મહોત્સવનો ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં સમગ્ર ગ્રામજનો દ્વારા અલગ અલગ મોહલ્લા તથા વાસમાં શ્રી મહાકાળી માતાજી તથા શ્રી વેરાઈ માતાજીના દિવાળી ગરબા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે,, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,  જેના ભાગરૂપે ચૌધરી વાસના શ્રી મહાકાળી યુવક મંડળ ખાતે પણ દર વર્ષની જેમ 60 ફૂટ જેટલાં ઊંચા ફૂલોના ગરબાને તૈયાર કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ લોક ગાયક શ્રી કાજલબેન મહેરિયા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર મહોલ્લાના લોકો સહિત ગ્રામજનો પણ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બળદેવભાઈ ચૌધરી, શ્રી વિઠ્ઠલભાઈ ચૌધરી, અમેરિકાના શ્રી સુભાષભાઈ પટેલ તથા અમેરિકાથી શ્રી નટુભાઈ ચૌધરી સહિત અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Yuvak Mandal Chaudhari Vaas Paliyad Celebrated Diwali Garba Mahotsav 2023

Shree Mahakali Yuvak Mandal, Chaudhari Vaas, Paliyad, Diwali Garba Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed