મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં 2000 વર્ષ થી પણ વધારે પુરાણું અને ઐતિહાસિક શ્રી હરસિધ્ધિ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમાં આ વર્ષે 21 વર્ષ બાદ ભવ્ય હરસિધ્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 15.11.2023 થી શરૂઆત થઈને 21/11/2023 દરમિયાન યોજાશે, જેમાં માતાજીના મામેરા, ભવ્ય પોથીયાત્રા, શોભાયાત્રા, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના અનેકવિધ ધાર્મિક અને ભવ્ય આયોજનો કરવામા આવ્યા છે, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
આજરોજ કથા મહોત્સવના પ્રથમ દિવસે માતાજીનું દિવ્ય અને ભવ્ય મામેરુ ભરાયું હતું તથા કથાના મુખ્ય યજમાન શ્રી સંજયભાઈ બાબુભાઈ પટેલના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા તથા પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં સંતો મહંતો અને સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કથા મહોત્સવ ની સંપૂર્ણ માહિતી કથાના મુખ્ય યજમાન શ્રી સંજય પટેલ તથા કથાના વક્તાશ્રી વિશ્વાસભાઈ જાની દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsidhdhi Mahotsav at Shree Harsidhdhi Mataji Mandir Ladol Vijapur 2023
Shree Harsidhdhi Mahotsav, Shree Harsidhdhi Mataji Mandir Ladol, Ladol, Vijapur, 2023,