ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના માણેકપુર ગામના રોહિતવાસ ખાતે અવિરત ૫૦ થી ૬૦ વર્ષથી દિવાળી ના પાવન પર્વ પર શ્રી જોગણી માતાજીના ફુલારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના સુંદર ફૂલોના ગરબાને શણગારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાથમાં દીવડા પ્રગટાવીને માતાજીની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી અને પછી ડી જે ના તાલ સાથે માતાજીનો ફૂલોનો ગરબો માથે લઈને ભાવિક ભક્તો સંપૂર્ણ રાત્રી ગરબે ઘૂમ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વસ્તીપંચના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી હિમ્મતભાઈ મહેરિયા દ્વારા અપાઈ હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Rohit Vasti Panch Manekpur Arranged Diwali Garba Mahotsav of Shree Jogani Mataji 12.11.2023
Rohit Vasti Panch Manekpur, Manekpur, Mansa, Diwali Garba Mahotsav, Shree Jogani Mataji, 12.11.2023, Diwali, Deepavali,