અમદાવાદ શહેરના ચાંદખેડા ગામમા શ્રી બ્રહ્માણી માતાજીનુ ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, ગ્રામજનો જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં બ્રહ્માણી માતાજી 2000 વર્ષથી પણ વધારે સમયથી જ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે, એ જ રીતે અહીંયા ચૌદસના ગરબાનુ ભવ્યથી ભવ્ય આયોજન સમગ્ર ચાંદખેડા ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે હોય પારંપરિક લોકમેળાનું આયોજન કરાય છે તથા એલપી વિભાગમાં જગદંબા માઈ મંડળ દ્વારા ભવ્ય ફૂલોના માંડવી ગરબાનુ આયોજન કરવામાં આવે છે.
આજરોજ માતાજીના ૧૦૮૫મા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે એલપી વિભાગમાં લોકગાયક જયદીપ પ્રજાપતિ ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમોની વિગત ગામના શ્રી જશુભાઈ પટેલ તથા શ્રી છત્રસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jagdamba Maai Mandal Celebrated 1085th Chaudash Garba Mahotsav of Shree Brahmani Mataji Mandir on Occasion of Aaso Sud Chaudash At Leuva Patel Vibhag Chandkheda Gaam


Jagdamba Maai Mandal, 1085th, Chaudash Garba Mahotsav, Shree Brahmani Mataji Mandir, Aaso Sud Chaudash, Leuva Patel Vibhag, Chandkheda Gaam, Garba Chaudash, Maru Chandkheda, Navratri Garba, Garba,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed