અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આણંદેજ ગામ ખાતે સમસ્ત રાવત સમાજ તથા રોહિત સમાજના વસ્તી પંચ દ્વારા શ્રી રાંગળી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા વિજય મુહૂર્તમાં માતાજીની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી રાંગળી માતાજી, શ્રી ચામુંડા માતાજી તથા શ્રી કુંવેર માતાજીની દિવ્ય પ્રતિમાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સ્નેહીજનો જોડાયા હતા.
સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બંને સમયના ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ડાક ડમરું નો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના અગ્રણી શ્રી ચંદુભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Vasti Panch Andej Arranged Photo Pran Pratishtha Mahotsav of Shree Rangali Mataji, Shree Chamunda Mataji Tatha Shree Kuver Mataji on 30.10.2023
Samast Vasti Panch, Andej, Sanand, Photo Pran Pratishtha Mahotsav, Shree Rangali Mataji, Shree Chamunda Mataji, Shree Kuver Mataji, 30.10.2023,