મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગામ ખાતે શ્રી રમેશસિંહ ચાવડાના ખેતરમાં સુંદર મંદિરો નિર્માણ પામ્યા છે, જેનો ચાવડા પરિવાર દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ આમંત્રિત મહેમાન શ્રીઓ તથા ભુવાજી શ્રીઓના સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું તથા વિજય મુહૂર્તમાં શ્રી ગોગા મહારાજ, શ્રી પૂર્વજ દેવતા, શ્રી સધી માતાજી તથા સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેમના ભોજન પ્રસાદનુ પણ સુંદર આયોજન નવીન મંદિરોના દિવ્ય સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.
મંદિર તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગતે શ્રી રમેશસિંહ ચાવડા તથા શ્રી પ્રકાશભાઈ મિસ્ત્રી તથા શ્રી અંકિતભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Pran Pratishtha Mahotsav by Shree Rameshsinh Chavda Parivar Vasai Vijapur 28.10.2023
Pran Pratishtha Mahotsav, Shree Rameshsinh Chavda Parivar, Vasai, Vijapur, 28.10.2023,