મહેસાણા શહેરના નર્મદે ૨ રેસીડેન્સી ખાતે 63 નંબરમાં રહેતા શ્રી કાળુભાઇ રામી પરિવાર દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનુ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે ગતરોજ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમા પરિવારની દિવ્ય પ્રેરણાથી 100 થી વધારે બ્રાહ્મણો દ્વારા તેમના નિવાસસ્થાને વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બ્રહ્મ ભોજન અને બ્રહ્મ દક્ષિણા સહિત બ્રાહ્મણોને ભેટ પણ આપવામાં આવી હતી, કાર્યક્રમમા ઘરે રાંદલ પૂજા તથા ગણેશ વિસર્જનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો સગા સંબંધીઓ સહિત બ્રાહ્મણ દેવતાઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી કાળુભાઇ રામી તથા શાસ્ત્રીશ્રી અમરીશભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kalubhai Rami Parivar Mehsana Arranged Ganesh Mahotsav 2023
Shree Kalubhai Rami Parivar, Mehsana, Ganesh Mahotsav, 2023, Brahm Bhojan,