તાલુકા જિલ્લા ગાંધીનગર ના ભાટ ગામ ખાતે રીંગ રોડ ઉપર ભાટ ગામના શ્રી જયદીપસિંહ વિક્રમસિંહ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ઉગતા પોર ની મેલડી માતાજીનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 12.39ના વિજય મુહૂર્તમા મંદિરમાં માતાજીની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુર્તિ કરવામાં આવી હતી તથા ત્યારબાદ સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી જયદીપસિંહ વાઘેલા તથા ભૂદેવ શ્રી કેતનભાઇ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Jaydeepsinh Vikramsinh Vaghela Parivar Arranged Murti Pran Pratishtha Mahotsav of Shree Ugta Por ni Meldi Mataji Mandir near Apolo Circle Bhat Gandhinagar
Shree Jaydeepsinh Vikramsinh Vaghela, Parivar, Murti Pran Pratishtha Mahotsav, Shree Ugta Por ni Meldi Mataji Mandir, Apolo Circle, Bhat, Gandhinagar, Jaydeepsinh Vaghela Bhat,