સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર ગુજરાતના દરેક ગામોમાંથી અલગ અલગ પગપાળા સંઘો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે એવા જ એક સંઘ નું કવરેજ કરવા માટે આપણે આવી પહોંચ્યા હતા વિસનગર તાલુકાના પાલડી ગામ ખાતે જ્યાં અહીંયા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામનો શ્રી અંબિકા પગપાળા યાત્રાસંઘ પહોંચ્યો હતો, છેલ્લા 35 વર્ષથી અવિરત આયોજન થતા આ સંઘમાં કુલ 100 થી વધારે પદયાત્રીકો જોડાયા હતા, જેમને તમામ પ્રકારની સુવિધાઓ જેમ કે રહેવા જમવા અને નાસ્તા તથા મેડિકલ સહિતની તમામ પ્રકારના સુવિધાઓ સંઘના આયોજકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સંઘ 24.9.2023 થી પ્રયાણ કરીને 29.9.2023 ના રોજ ભાદરવી પૂનમના દિવ્ય દર્શન કરીને તથા ઘ્વજા ચઢાવીને પરત મોખાસણ ખાતે પરત ફરશે.
સંઘ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી મહેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ
35th Shree Ambika Pagpala Sangh Mokhasan Kalol to Ambaji
Shree Ambika Pagpala Sangh, mokhasan, Kalol, Ambaji, Ambaji Sangh,