સમગ્ર દેશમાંથી પદયાત્રીકો જ્યારે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે તેમની સેવા માં ઠેર ઠેર અનેકવિધ સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે, એ જ રીતે ખેરાલુ સતલાસણા હાઇવે ઉપર નાનીવાડા ગામ ખાતે શ્રી સુરજ જોગણી માતાજી સેવા કેમ્પ (ભુવાજી શ્રી આનંદભાઈ દલુભાઈ દેસાઈ) કરબટિયા વાળા દ્વારા ભવ્યથી ભવ્ય અને વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પમાં લાખોની સંખ્યામાં પદયાત્રીકો અત્યારે સેવાનો લાભ લઈ રહ્યા છે, કેમ્પ દ્વારા ચા પાણી નાસ્તા સહિત ફ્રુટ વિતરણ તથા ઠંડી છાશનુ પણ સુંદર વિતરણ કરવામાં આવે છે, જેનો અંબાજી જતા પદયાત્રિકો હર્ષોલ્લાસ સાથે લાભ લઇ રહ્યા છે.
અવિરત વર્ષોથી ચાલતા આ સેવા કેન્દ્રની સંપૂર્ણ માહિતી કરબટિયા ગામના શ્રી રાજુભાઇ દેસાઈ ખેરાલુ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Suraj jogani MataJi Mandir karbatiya arranged Seva camp at Nani at nanivada
Shree Suraj jogani MataJi, Seva camp, karbatiya, Ambaji Seva camp, nanivada,