અમદાવાદના સોલા ગામમાં શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવપીર ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે રામદેવ નવરાત્રી મહોત્સવનું અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ભાદરવી સુદ નોમના ભવ્ય નેજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગામમાંથી 151 થી પણ વધારે નેજાઓ શ્રી રામદેવપીર ભગવાનના નિજ મંદિર ઉપર ચઢાવવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કૃણાલસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Mandir Sola Gam Arranged Neja Mahotsav 2023
Shree Ramdevpir Mandir, Sola Gam, Ahmedabad, Neja Mahotsav, 2023, Ramdev Navratri Mahotsav,
