અમદાવાદના વસ્ત્રાલ ગામથી દર વર્ષે જય અંબે પદયાત્રા સંઘનું આયોજન વસ્ત્રાલ ગામથી અંબાજી સુધી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ 42 માં પદયાત્રા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફુલ 120 થી વધારે પદયાત્રીકો જોડાયા હતા, પદયાત્રીકોને રહેવા, જમવાની તથા નાસ્તાની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેના આ વર્ષના દાતાશ્રી બનવાનું સદભાગ્ય વસ્ત્રાલ ગામના શ્રી અરવિંદસિંહ ચૌહાણને મળ્યું હતુ, જેમના દ્વારા આ વર્ષે ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સમગ્ર પદયાત્રીકો જોડાયા હતા.
આજે 19.9.2023 ના રોજ આ સંઘ પ્રાંતિજના શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો, જ્યાં માતાજીની દિવ્ય મહા આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ પદયાત્રીકોને લાડુ દાળ ભાત શાક પુરી સાથેનો ભોજન પ્રસાદ ઉજાણી રૂપે આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી રામજીભાઈ સોલંકી, શ્રી અરવિંદસિંહ ચૌહાણ તથા શ્રી મગન ભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Ambe Padyatra Sangh Vastral Ahmedabad Arranged 42nd Vastral to Ambaji Pagpala Sangh 2023


Jay Ambe Padyatra Sangh Vastral, Vastral, Ahmedabad, 42nd, Vastral to Ambaji Pagpala Sangh, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed