ગુજરાતના નવા મંદિરો 2023 ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે જ્યાં શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર મંદિરનો જીર્ણોધ્ધાર કરીને અહીંયા નૂતન મંદિર નિર્માણ કરવામા આવ્યુ છે, જેનો દિવ્ય અને ભવ્ય શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભાદરવા સુદ બીજના દિવ્ય દિવસે ગામના સમસ્ત વણકર ભાઈઓ તથા રોહિતભાઈઓની પ્રેરણાથી આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે 11 કુંડીય મહા વિષ્ણુ યાગ, શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નેજા મહોત્સવ, રાસ ગરબા, યજ્ઞ પૂર્ણાહુતિ તથા 851 દીવડાની ભવ્ય મહા આરતી સહીત રાત્રિના શ્રદ્ધા અને આસ્થા રૂપી રામદેવજી મહારાજના દિવ્ય જ્યોતિપાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સતત વરસતા મુશળાધાર વરસાદમાં પણ હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
સમાચાર :
જુઓ સંપૂર્ણ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ
૮૫૧ દીવડાની ભવ્ય મહાઆરતી