બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ શ્રી અંબાજી માતાજીના દિવ્ય સાનિધ્યમા દાંતા શ્રી સ્વરૂપસિંહ કે. રાણા તથા અમદાવાદના શ્રી હરીશચંદ્ર ડી. પરમાર દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય શ્રીમદ્દ ભાગવત જ્ઞાનસરિતા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા 2/9/2023 થી શરૂઆત થઈને 8/9/2023 ના રોજ વિરામ પામશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા શ્રી અંબાજી માતાજીના નિજ મંદિરથી વૃજધામ ખાતે પહોંચી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી સ્વરૂપભાઈ કે. રાણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swarupbhai Rana And Shree Harishchandra Parmar Arranged Shrimad Bhagvat Gyansarita at Yatradham Ambaji 2023
Shree Swarupbhai Rana, Shree Harishchandra Parmar, Shrimad Bhagvat Gyansarita, Yatradham Ambaji, Ambaji, Danta, 2023,