મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર ભવ્યાતિભવ્ય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું અતિ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી દેવાદિદેવ મહાદેવ ખૂબ દિવ્ય અને તેજોમય રીતે બીરાજમાન છે, આ મંદિરની અખંડ જ્યોત વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના ગર્ભગૃહ માંથી લાવવામાં આવેલ છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા મહાદેવજીના ભક્તિ અને આરાધના રૂપી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, એ જ રીતે આજના શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીંયા મહાદેવજીને ફૂલોના શણગાર સહિત સમગ્ર મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતુ તથા ભાવિક ભક્તો માટે દર્શન તથા પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર મહેસાણાના ભાવિક ભક્તો તથા ધર્મપ્રેમી લોકો દેવાધિદેવ મહાદેવનો અભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા.
આ મંદિરનું નિર્માણ પાંચોટ ગામના શ્રી દક્ષેશભાઈ પટેલની દિવ્ય પ્રેરણાથી કરવામાં આવ્યુ છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગત નવેમ્બર 2022 દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ મહાયજ્ઞ, પૂજન અર્ચન, ભવ્ય લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શોભાયાત્રાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિર નિર્માણના પ્રેરક શ્રી દક્ષેશભાઈ પટેલ “સહજ” દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Divya Darshan of Shree Kashi Vishvnath Mahadev Mandir Mehsana on First Somvar of Shravan Maas 2023


Divya Darshan, Shree Kashi Vishvnath Mahadev Mandir, Mehsana, Shravan Maas, 2023, Somvar,

Divya Darshan of Shree Kashi Vishvnath Mahadev Mandir Mehsana on First Somvar of Shravan Maas 2023
Divya Darshan, Shree Kashi Vishvnath Mahadev Mandir, Mehsana, Shravan Maas, 2023, Somvar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed