તાલુકા જિલ્લા ગાંધીનગરના શેરથા ગામ ખાતે માઢમાં શ્રી વડવાળા દેવ રબારી સમાજની ગુરુગાદી મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગુરુ પુનમનો અહીંયા ખૂબ જ રૂડો અને અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે અહીંયા ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એજ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના તથા ગુરુજીના દર્શનાર્થે ઉંટી પડ્યા હતા, જેમાં ગુરુ પૂજન તથા સમસ્ત દિવસ દરમિયાન પધારેલ ભક્તોને ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી ગોમતીદાસજી બાપુ તથા પરમ પૂજ્ય શ્રી વિજયદાસજી બાપુ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Vadvala Dev Rabari Samaj Gurugadi Sertha Celebrated Gurupurnima Mahotsav 2023
Shree Vadvala Dev Rabari Samaj Gurugadi, Sertha, Gandhinagar, Gurupurnima Mahotsav, 2023,