મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી નું ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને તેનાથી જ સમગ્ર ભારત ભર માંથી અહીંયા દર્શનાર્થીઓ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં પરમવંદનીય માઈભક્ત શ્રી વિનોદ મહારાજજીના દિવ્ય સાનિધ્યમા અહીંયા ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ 2023 નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે સવારથી જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ગુરુજીના તથા માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા, જ્યાં આજરોજ ગુરુપૂજન તથા ભોજન પ્રસાદી સહિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી તથા ગુરુ સંદેશ માઈભક્ત શ્રી વિનોદ મહારાજ દ્વારા આપવામાં આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Shahpur Vad Celebrated Gurupurnima Mahotsav with blessing of MaaiBhakt Shree Vinod Maharaj
Shree Mahakali Mandir, Shahpur Vad, Gurupurnima Mahotsav, MaaiBhakt Shree Vinod Maharaj,