મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામ ખાતે શ્રી ઉમેદપુરી બાપુનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઉમેદપુરી બાપુની સાથો સાથ શ્રી મહાદેવજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ગુરુપૂર્ણિમાનો અહીંયા ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં સમસ્ત ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો બાપાના દર્શન કરવા આવે છે, એ જ રીતે આજરોજ ભવ્ય દિવ્ય દર્શન તથા ભોજન પ્રસાદ સહિત બ્લડ ડોનેશન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાપુના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

 મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બળદેવભાઈ પટેલ તથા શ્રી નટવરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં પણ આવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અહીંયા બાપુના ભક્તો દ્વારા અનેક જગ્યાથી પગપાળા સંઘો સદુથલા ગામ ખાતે પધારે છે.

 જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Umedpuri Bapu Mandir Saduthala Celebrated Guru Purnima Mahotsav 2023

Shree Umedpuri Bapu Mandir, Saduthala, Guru Purnima Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *