આજરોજ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શોભાસણ ગામ ખાતે શ્રી છોત્તેર (૧૦૬)  પરગણા રોહિત સમાજ કેળવણી મંડળ, વિજાપુર દ્વારા તેરમાં સમૂહ લગ્ન સૌનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 15 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી, ત્યારબાદ ભોજન સમારંભ અને સત્કાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના ખજાનચી શ્રી વિઠ્ઠલભાઈ પરમાર, પ્રમુખશ્રી ખેમાભાઈ સોલંકી, શ્રી અમૃતભાઈ પરમાર, અને જશવંતભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chhoter (106) Paragana Rohit Samaj Kelavani Mandal Vijapur Arranged 13th Samuh Lagnotsav 16.05.2023

Shree Chhoter (106) Paragana Rohit Samaj Kelavani Mandal, Vijapur, 13th Samuh Lagnotsav, 16.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed