ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રકનપુર ગામ ખાતે આઇ શ્રી ખોડિયાર માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, ગામના શ્રી વિષ્ણુભાઈ પટેલની દિવ્ય પ્રેરણાથી જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહિત સાયલા ગાદીના ગાદીપતિ મહારાજશ્રી ના ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 1 થી 3 મે સુધી યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભવ્ય ડાયરો અને રાસ ગરબા તથા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહીર તથા સાગર પટેલ સહિત નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ગુણલા ગાવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પરષોત્તમભાઈ પટેલ તથા શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aai Shree Khodiyar Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Rakanpur Kalol
Aai Shree Khodiyar Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Rakanpur, Kalol,