મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડળ ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ મંદિર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહિત ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શણગારેલી બગીઓ તથા ઘોડા ગાડીઓ સહિતની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સાથે સમગ્ર ગ્રામજનો તથા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા..
આ ત્રીદિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે યજ્ઞ પૂજન સહિત અંતિમ દિવસે શ્રી ઉમિયા માતાજીની દિવ્ય પ્રતિમાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે અને રાત્રિના રાસ ગરબા સહિતના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી જતીનભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Umiya Mataji Mandir Murti Pran Pratishtha Mahotsav Kundal kadi

Shri Umiya Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Kundal, kadi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed