સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલ ગામ ખાતે રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન સહિત ભવ્ય જલયાત્રા તથા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 26 થી 28 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં ત્રણેય દિવસ યજ્ઞ સહિત રાત્રિના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા 28 તારીખે અંતિમ દિવસે બાબા રામદેવજીની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કિરતારસિંહ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramdevpir Maharaj Mandir Murti Pran Pratishtha Mahotsav Karol Prantij
Shree Ramdevpir Mandir, Murti Pran Pratishtha Mahotsav, Karol, Prantij,