તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે રબારીવાસમાં સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી સિકોતર ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા ભવ્ય રમેલ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગોગા મહારાજ મંદિર કાહવાથી પરમ પૂજ્ય શ્રી ભગવાનભાઈ ભુવાજી, શ્રી મોટણની મેલડી વિરોચનનગરથી શ્રી કનુભાઈ ભુવાજી સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટા મોટા ભુવાજીઓ પધાર્યા હતા તથા સમગ્ર રાત્રિ દરમિયાન માતાજીના ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહીત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી નિકુલભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં પરમ પૂજ્ય ભુવાજી શ્રી બળદેવભાઈ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Sikotar Dham Mandir Jamiyatpura Arranged Bhavya Ramel On 25.04.2023
Shri Sikotar Dham Mandir, Jamiyatpura, Gandhinagar, Ramel, 25.04.2023,