ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બિલમણા ગામ ખાતે ઘાંધોળ પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજ તથા શ્રી લાખણેચી માતાજીના એમ બે દિવ્ય અને ભવ્ય મંદિરો નિર્માણ પામ્યા છે, જેનો દ્વિદિવિસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત યજ્ઞનૉ પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્રીતીય અને અંતિમ દિવસે શ્રી ગોગા મહારાજની મૂર્તિ સહિત શ્રી મેલડી માતાજી તથા શ્રી વિહત માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને અન્ય મંદિરમા શ્રી લાખણેચી માતાજી તથા શ્રી વાંઘાવાડી માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી, જેમાં સંતો મહંતો તથા ભુવાજીશ્રીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ભાવિક ભક્તો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી વિક્રમભાઈ માલધારી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ભુવાજી શ્રી હમીરભાઈ તથા ચંદ્રાલા ગામના શ્રી લાલભાઈ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Goga Maharaj Mandir Pran Pratishtha Mahotsav Bilamana
Shree Goga Maharaj Mandir, Pran Pratishtha Mahotsav, Bilamana, Dehgam, Gandhinagar,