સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે શ્રી વિહત માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને માવતર વિહત ધામ તરીકે ઓળખવામાં આવે છે, માતાજી તથા માતાજીના ઉપાસક પરમ પૂજ્ય ભુવાજી શ્રી મુકેશભાઈ પ્રત્યે લોકોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે, એટલે જ અહીંયા સમગ્ર ગુજરાતમાંથી તથા દેશભરમાંથી ભાવિક ભક્તો માતાજીના દિવ્યદર્શન કરવા ઉમટી પડે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે તિથી મહોત્સવ નિમિત્તે અહીંયા ભવ્ય નવચંડી યજ્ઞ તથા શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે અહીંયા સમગ્ર ગુજરાતમાંથી સંતો મહંતો તથા ભુવાજી સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા ભોજન પ્રસાદનો લ્હાવો માણીને, રાત્રિના લોકોએ ભક્તિ અને શક્તિરૂપી રમેલના પણ દર્શન કર્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mavtar Vihat Dham Badarji na Muvada Talod Arranged Navchandi Yagn and Shobhayatra 25.04.2023
Shree Mavtar Vihat Dham, Badarji na Muvada, Talod, Navchandi Yagn, Shobhayatra, 25.04.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed